કરીશ ના સ્વીકાર જો તું મારો રે પ્રભુ, તો હું તો રડી પડીશ
ના પકડીશ જો હાથ તું તો મારો રે પ્રભુ, ક્યાંનો ક્યાં હું તો પહોંચીશ
સાંભળી ના શકીશ જો હું સાદ તો તારો, બેબાકળો હું તો બની જઈશ
પામીશ ના જો હું દર્શન તો તારાં, પ્રભુ જનમફેરા હું તો ફરતો રહીશ
નથી શસ્ત્ર બીજું પાસે તો મારી, અબોલા ત્યારે હું તો લઈ લઈશ
કહેવું છે જે-જે મારે રે પ્રભુ, તને એ તો, હું તો કહેતો ને કહેતો રહીશ
નથી જે-જે પાસે મારી તો પ્રભુ, માગતો ને માગતો એ તો હું રહીશ
રહેવું છે જ્યાં પાસે તો તારી રે પ્રભુ, તારા વિના ચરણ બીજાં કોનાં ગોતીશ
કરવું છે જ્યાં ચિંતન તારું રે પ્રભુ, ચિંતન બીજું બધું હું છોડી દઈશ
કરતો રહીશ કોશિશો બધી રે પ્રભુ, તને પામ્યા વિના તો ના રહીશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)