જિંદગીમાં કોઈ ને કોઈ મળતું રહે છે, ના કાયમ કોઈ મળતા રહે છે
કાયમ ના કોઈ તો સાથે રહે છે, છૂટા ને છૂટા પડતા તો રહે છે
નથી કાયમના દુશ્મન તો કોઈ જગમાં, દુશ્મનાવટ તો થાતી રહે છે
છે સહુની તો પાસે ને પાસે, ને સાથે ને સાથે, અજ્ઞાન સહુ એનાથી રહ્યા છે
મળ્યા આજે, મળે પાછા ક્યારે, ના કોઈ એ તો કહી શકે છે
સમજાતું નથી કે જગમાં સહુ તો સહુને શાને મળતા તો રહે છે
પ્રેમ, વેર કે સંબંધ, જગમાં મળ્યા વિના ના એ તો ઉદભવે છે
છે સહુની પાસે ને પાસે, ને સાથે ને સાથે, અજ્ઞાન સહુ એનાથી રહ્યા છે
કદી રહ્યા સાથે, કદી પડ્યા છૂટા, તાંતણા બંધાતા ને તૂટતા રહે છે
અગર મળતા રહે તાંતણા જે જીવના, સાથે ને સાથે એ તો રહે છે
એવા તાંતણાની યાદોની તો ફોરમ, તો અમર ફોરે છે
છે સહુની પાસે ને પાસે, ને સાથે ને સાથે, અજ્ઞાન સહુ એ એનાથી રહે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)