આવતી જાય, આવતી જાય, વણઝાર વિચારોની તો આવતી જાય
એની ધારા તો વહેતી જાય, એક પછી એક એ તો આવતી જાય
થઈ શરૂ જ્યાં એ તો, ક્યાં ને ક્યાં એ તો ખેંચી જાય - એક...
કદી મળે તાંતણા તો એના, કદી એના તાંતણા તો ના સંધાય - એક...
લાગે કદી આવી કાબૂમાં, કાબૂ બહાર ત્યાં એ તો ચાલી જાય - એક...
રહે એ તો બદલાતી ને બદલાતી, રૂપ એનાં એ બદલતી જાય - એક...
થઈ જાય જ્યાં એ તો શરૂ, અધવચ્ચે ભી એ તો છૂટી જાય - એક...
ના ચિત્તમાં કે મનમાં, ઓચિંતા એ તો ધસતી આવી જાય - એક...
કરે ઊભી એ તો ચિંતાઓ, ચિંતાઓ એને તો ખેંચી જાય - એક...
યત્નોએ વળે એ તો પ્રભુ તરફ, થાતા સ્થિર, ત્યાં એ તો ચીટકી જાય - એક...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)