રહો પાડતાં ને પાડતાં, પ્રભુ તમે પગલાં તો તમારાં
પગલે-પગલે તમારા તો છે મંઝિલ તો મારી
જરા ફેરવો નજર તમે પ્રભુ, તો તમારી રે
છે તમારી નજરમાં તો, છે સીમા તો મારી રે
કુદરતના રણકારે-રણકારે, રણકતા રહ્યા છે રણકાર તમારા
સાંભળવા એ રણકાર, પ્રભુ ઝંખે છે કાન તો મારા
કુદરતનાં આયોજનોમાં દેખાય છે પ્રભુ, બુદ્ધિના તમારા ચમકારા
ઝંખે છે બુદ્ધિ મારી, સમજણ સમજવા, આયોજન તમારાં
છે કર્મની દોરી તારી ત્યારે, બાંધે સહુને તોય ના દેખાતા
ઝંખે છે હૈયું તો મારું રે, સમજવા કર્મની ગતિ તો તારી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)