કાઢ્યા દોષ અન્યના જીવનમાં તો ઘણા, ગોત્યા ના દોષ તારા ભી થોડા
જોઈ શકીશ કે કાઢી શકીશ દોષ તું જ્યાં તારા, ખૂલી જાશે દ્વાર તારા જીવનનાં
કર્યું કેટલું, ના કર્યું કેટલું જીવનમાં, જો ઊંડેથી તું તારા તો જીવનમાં
રાખ દિલ તું તારું ખુલ્લું ને નજર તો ખુલ્લી, તારા તો જીવનમાં
કાઢી-કાઢી રહીશ દોષ જોતો તું અન્યના, મીટશે ના દોષ એથી તો ખુદના
કરવા દૂર તો દોષ તો ખુદના, કરતો ના ઢીલ તું જોજે રે એમાં
દોષવિહીન નથી કોઈ તો જગમાં, મથવાનું છે કરવા દૂર સહુએ તો જગમાં
થઈશું સફળ કે નિષ્ફળ તો જીવનમાં, છે આધાર તો સહુ-સહુના તો યત્નોના
કાઢવા કરતાં, કરવા દોષ દૂર જીવનમાં, છે એ તો સાચા રસ્તા તો જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)