Hymn No. 3217 | Date: 27-May-1991
કોણ ગયું અંતરમાં આવી, ખૂબ ગયું એને તો હચમચાવી
kōṇa gayuṁ aṁtaramāṁ āvī, khūba gayuṁ ēnē tō hacamacāvī
સદગુરુ મહારાજ (Sadguru Maharaj)
1991-05-27
1991-05-27
1991-05-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14206
કોણ ગયું અંતરમાં આવી, ખૂબ ગયું એને તો હચમચાવી
કોણ ગયું અંતરમાં આવી, ખૂબ ગયું એને તો હચમચાવી
દિવાસ્વપ્ન બધાં દીધાં તોડી, વાસ્તવિક્તાની ભૂમિ દીધી બતાવી
હતા શું એ તો સદ્ગુરુ મારા, કે હતું સૂચન પ્રભુનું એના દ્વારા
રાખી સદા નજરમાં મને તો, રહ્યા કરતા જાગૃત સદા સવેળા
રોકી રાખ્યો પગલાં ખોટાં ભરતા, પ્રેમપીયુષ રહ્યા સદા પાતા - હતા શું...
રહ્યા કરતા દૂર આળસ ને શંકા હૈયાના, રહ્યા સદા પથદર્શક મારા
પથરાતા રહ્યા જ્યાં મૂંઝવણના અંધારા, રહ્યા એ તો જ્ઞાનદીપક મારા - હતા શું...
મારી નબળાઈઓ પર નજર રાખી, કરવા દૂર રહ્યા સદા મથતા
અહંના છાંટા ના ચલાવી લીધા, અચૂક ઘા એના પર તો દીધા - હતા શું...
લક્ષ્ય ના નજરમાંથી હટવા દીધું, લક્ષ્ય તરફ રહ્યા તો દોરતા
સમય સમય પર રહ્યા એ દોરતા લક્ષ્ય પર, પ્હોંચ્યા વિના ના રહ્યા - હતા શું...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōṇa gayuṁ aṁtaramāṁ āvī, khūba gayuṁ ēnē tō hacamacāvī
divāsvapna badhāṁ dīdhāṁ tōḍī, vāstaviktānī bhūmi dīdhī batāvī
hatā śuṁ ē tō sadguru mārā, kē hatuṁ sūcana prabhunuṁ ēnā dvārā
rākhī sadā najaramāṁ manē tō, rahyā karatā jāgr̥ta sadā savēlā
rōkī rākhyō pagalāṁ khōṭāṁ bharatā, prēmapīyuṣa rahyā sadā pātā - hatā śuṁ...
rahyā karatā dūra ālasa nē śaṁkā haiyānā, rahyā sadā pathadarśaka mārā
patharātā rahyā jyāṁ mūṁjhavaṇanā aṁdhārā, rahyā ē tō jñānadīpaka mārā - hatā śuṁ...
mārī nabalāīō para najara rākhī, karavā dūra rahyā sadā mathatā
ahaṁnā chāṁṭā nā calāvī līdhā, acūka ghā ēnā para tō dīdhā - hatā śuṁ...
lakṣya nā najaramāṁthī haṭavā dīdhuṁ, lakṣya tarapha rahyā tō dōratā
samaya samaya para rahyā ē dōratā lakṣya para, phōṁcyā vinā nā rahyā - hatā śuṁ...
|
|