પહોંચાડે ના જે મંઝિલ પર, એ સાધના નથી, કાં સાધના પૂરી થઈ નથી
વેરનો અગ્નિ રહે જલતો જ્યાં હૈયે, ત્યાં પ્યાર નથી, ત્યાં પ્યાર નથી
નમ્ર બનવામાં નડતર ઊભું કરે, અહં વિના બીજું એ કાંઈ નથી, બીજું એ કાંઈ નથી
જે ભાન દે હૈયું પીગળાવી, કાં એમાં સત્ય હશે, કાં એ નાટક વિના બીજું કાંઈ નથી
હોય પાસે, તોય મેળવવા વધુ ઇચ્છા જાગે, લાલસા વિના બીજું એ કાંઈ નથી
રાત-દિવસ કરે ચિંતા જગમાં સહુની, પ્રભુ વિના બીજું એ તો કાંઈ નથી
સહી નુકસાન, દઈ શકે જે બીજાને, ઉદાર દિલ વિના બીજું એ તો કાંઈ નથી
જુએ ના ભૂલો અન્યની, અપનાવે જે બધાને, વિશાળતા વિના બીજું એ તો કાંઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)