લાગશે ના વાર તો, તને રે પકડવા, રે મનવા, હરિના હાથ તો લાંબા છે
શક્તિના સ્રોત એના વહે રે પૂરા, કદી ના એ તો ખૂટ્યા છે
એક શું કે અનેક શું, સમાવવા સહુને, હૈયાનાં દ્વાર તો એનાં ખુલ્લાં છે
નીરખવા તો જગને રે સદા, હરિનાં નયનો તો સદા ખુલ્લાં છે
સંસાર તાપ તો જગના રે હરવા, હેત હરિનાં રહે સદા વહે છે
પચાવવા ઝેર તો જીવનનાં, એના ભક્તિભાવનાં અમૃત વહે છે
ચલાવવા જગને નિયમોથી, એના કર્મના કાયદા તો અનોખા છે
યુગોથી ચલાવતા જગને તો હરિ, ના કદી એ તો થાક્યા છે
બચી ના શકશે કોઈ એની શિક્ષામાંથી, ન્યાય એના તો અનેરા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)