છવાઈ ગયો છે અંધકાર તો એવો, મારા રે જીવનમાં
બીજું રે મને (2) જીવનમાં તો કાંઈ સૂઝતું નથી
રહ્યો છું ઘેરાયેલો, ચિંતાઓ ને ચિંતાઓથી એવો રે જીવનમાં
ચિંતા વિના, બીજું રે મને, જીવનમાં તો કાંઈ સૂઝતું નથી
વ્યાપી ગઈ છે નિરાશાઓ, એવી રે મારા રે જીવનમાં
જાવું કઈ દિશામાં તો જીવનમાં, મને રે કાંઈ તો સૂઝતું નથી
ઘેરાઈ ગયું છે હૈયું ડરથી, એવું રે મારા જીવનમાં
ડર વિના રે (2) જીવનમાં બીજું મને રે કાંઈ તો સૂઝતું નથી
છવાઈ ગઈ છે શંકા તો, એવી રે મારા રે જીવનમાં
શંકા જાગ્યા વિના, બીજું મને રે કાંઈ, જીવનમાં સૂઝતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)