રોકી રહ્યો છે રાહ તો તું તારી શાને રે, વિચલિત બનીને
સમજ જરા, ગુમાવી રહ્યો છે રે શું તું, ખોટા વિચારો તો કરીને
વળશે શું તારું રે જીવનમાં, અંગતને તો વેરી બનાવીને - સમજ...
સાફ કર તારા દિલ પર, વળ્યું શું રે લોભ-લાલચની ધૂળ ચડાવીને - સમજ...
રહ્યો છે શું તું રે મેળવી, આજનું કામ કાલ પર તો છોડીને - સમજ...
કરતાં સામનો વિપરીત સંજોગોનો, વળ્યું શું તારું, ધીરજ ગુમાવીને - સમજ...
રહીશ તું તો ત્યાં ને ત્યાં, આક્ષેપો ખોટા અન્ય પર તો કરીને - સમજ...
જીવવું નથી જ્યાં અન્યની દયા પર, વળશે શું દયાપાત્ર બનીને - સમજ...
રહીશ ગુમાવતો જો તું શક્તિ તો તારી, વળશે શું, શક્તિનું સંતાન કહેવડાવીને - સમજ...
જીવન છે તારું, જીવવું છે તારી રીતે, વળશે શું ખોટી રીતે જીવીને - સમજ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)