રોક્યું ના રોકાયું રે, થાતા એ તો થઈ ગયું, ઉપાધિ એ તો ઊભી કરી ગયું
ના તારું ત્યાં તો કાંઈ ચાલ્યું, હરિનું તો ધાર્યું ત્યાં તો થઈ ગયું
રોક્યું ના રોકાયું, કહેતાં તો કહેવાઈ ગયું, પરિણામ ઊભું એ તો કરી ગયું
રોક્યું ના રોકાયું, માગતાં તો મગાઈ ગયું, સાચવવું ભારે એ તો પડી ગયું
રોક્યું ના રોકાયું, પામતા પમાયું, ના એ સચવાયું, આખર એ તો ખોવાયું
રોક્યું ના રોકાયું, કાબૂમાં ના રખાયું, ક્યાં ને ક્યાં ખેંચી એ તો ગયું
રોક્યું ના રોકાયું, ઊગતા ના ડામ્યું, વૃક્ષ મોટું ઊભું એનું તો થઈ ગયું
રોક્યું ના રોકાયું, અધવચ્ચે ના અટકાવાયું, વિનાશ ઊભું એ તો કરી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)