ગંભીરતા જીવનની ના હું જાણી શક્યો, જીવન ગંભીરતાથી હું ના લઈ શક્યો
બેદરકારને બેદરકાર રહ્યો હું જીવનમાં, જીવનની કદર ના હું કરી શક્યો
કરી જીવનની મલમપટ્ટી મેં તો જીવનમાં, દર્દ જીવનનું ના તોયે મિટાવી શક્યો
આગળ વધવું હતું જીવનની મંઝિલ તરફ મારી, પીછેહઠ જીવનમાં ના હું સ્વીકારી શક્યો
જીવનમાં વાંકાચૂંકા હતા વળાંક મારા, હરેક વળાંકને જીવનમાં સીધી રીતે ના લઈ શક્યો
જીવનમાં ગતિએગતિ રહી બદલાતી ગતિ મારી, હરેક ગતિને દિલથી ના સ્વીકારી શક્યો
તેજ વિહોણા જીવનમાં મારા, તેજને જીવનમાં ઝંખી રહ્યો, તેજના તણખાને તેજ ના સમજી શક્યો
જીવનનો નશો છે જીવન મારું, નશા વિનાના જીવનને, હું જીવન ના જાણી શક્યો
જીવન જીવનભર જ્ઞાન દેતું રહ્યું, તોયે જીવનમાં, જીવનના જ્ઞાનને ના હું જાણી શક્યો
જીવનની પ્રભુતામાં જ્યાં હું ખોવાઈ ગયો, પ્રભુ જીવનમાં ત્યારે તને ના પામી શક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)