રહી જોઈ-જોઈ રાહ પ્રભુ તો તારી, ગયો છું હું તો થાકી
રે પ્રભુ, બતાવી દે, હવે તો મને, આવ્યો નથી હજી તું તો શાને
ગોત્યાં કારણો કંઈક, જોતો મુજમાં, મળતાં રહ્યાં ને મળ્યાં અનેક મને
સમજાયું ના મને, ના આવ્યો તું પ્રભુ, આમાંથી તો કયા કારણે
રહી છે બદલાતી વૃત્તિ ને ભાવો, રહ્યા છે બદલાતાં મુજમાં તો સદાય
મળશે ક્યાંથી, કારણ એમાં તો સાચું, હાથમાં એમાંથી તો મને
માનીશ ને ગોતીશ, રહેશે મળતાં કારણો, હટશે ના શંકાઓ હૈયેથી મારે
બનાવી દે હવે મને તો પ્રભુ, આવ્યો નથી હજી તું તો શાને
નથી આકર્ષી શક્યા યત્નો તો મારા, સમજાતું નથી કયા કારણે
ગણું છું ને ગણે છે જ્યાં તું તો મને તારો, આવ્યા નથી હજી તમે શાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)