સત્ય તને સીધો ઊભો રાખશે, અવગુણો તને વાંકો વાળી નાખશે
ચાલવું સીધું કે વાંકું રે જીવનમાં, છે એ તો તારા ને તારા હાથમાં રે
પાપ કે ચોરી, નજર નીચી રખાવશે, સદ્દગુણો નજરમાં વર્તાઈ આવશે
નીચી નજરથી કે નજરમાં ખુમારીથી ચાલવું છે, એ તો તારા ને તારા હાથમાં રે
દુર્ગુણો દૂર સહુને તુજથી રાખશે, સદ્દગુણો સહુને નજદીક તો લાવશે
રાખવા દૂર કે લાવવા નજદીક, છે એ તો તારા ને તારા હાથમાં રે
ક્રોધથી બળવું કે બાળવું, કે ભાવથી ને પ્રેમથી એકરસ તો થાવું
બાળવું કે એકરસ તો થાવું જીવનમાં, છે એ તો તારા ને તારા હાથમાં રે
લોભ, લાલચ રહેશે ખેંચતા તો જીવનમાં, મોહ, અભિમાન આંધળા બનાવશે
ખેંચાવું એમાં કે બનવું આંધળા એમાં, છે એ તો તારા ને તારા હાથમાં રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)