1991-06-28
1991-06-28
1991-06-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14246
કલ્પના નથી થઈ શક્તી રે મુજથી, પ્રભુ તું તો કેવો દેખાતો હશે

જોયા ચિત્રો જીવનમાં અનેક તો તારાં, એમાંથી તો તું કેવો દેખાતો હશે
જોયા, અનુભવ્યા જીવનમાં તને તો જેણે, પાડયાં નથી ચિત્રો તો એણે
પાડયાં છે ચિત્રો જીવનમાં તારાં તો જેણે, જોયા નથી જીવનમાં તને તો એણે,
સાંભળ્યું છે દીધા છે દર્શન, જગતમાં જ્યાં તેં તો અનેકને
ભજ્યા તો જેણે ભાવથી તને જીવનમાં તો જે જે રૂપે,
સમજાતું નથી રે પ્રભુ, મળશો જીવનમાં તો મને કયા સ્વરૂપે
નથી અંતરમાં કોઈ અંતર મને તારાં સ્વરૂપોમાં, મળશો તમે મને કયા સ્વરૂપે
ઓળખી શકીશ હું તો કેમ તને રે, છે અનેક સ્વરૂપ તારાં, જો ના તું એને ઓળખાવશે
કલ્પના નથી થઈ શક્તી મારાથી રે પ્રભુ, તું તો કેવો દેખાતો હશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kalpanā nathī thaī śaktī rē mujathī, prabhu tuṁ tō kēvō dēkhātō haśē
jōyā citrō jīvanamāṁ anēka tō tārāṁ, ēmāṁthī tō tuṁ kēvō dēkhātō haśē
jōyā, anubhavyā jīvanamāṁ tanē tō jēṇē, pāḍayāṁ nathī citrō tō ēṇē
pāḍayāṁ chē citrō jīvanamāṁ tārāṁ tō jēṇē, jōyā nathī jīvanamāṁ tanē tō ēṇē,
sāṁbhalyuṁ chē dīdhā chē darśana, jagatamāṁ jyāṁ tēṁ tō anēkanē
bhajyā tō jēṇē bhāvathī tanē jīvanamāṁ tō jē jē rūpē,
samajātuṁ nathī rē prabhu, malaśō jīvanamāṁ tō manē kayā svarūpē
nathī aṁtaramāṁ kōī aṁtara manē tārāṁ svarūpōmāṁ, malaśō tamē manē kayā svarūpē
ōlakhī śakīśa huṁ tō kēma tanē rē, chē anēka svarūpa tārāṁ, jō nā tuṁ ēnē ōlakhāvaśē
kalpanā nathī thaī śaktī mārāthī rē prabhu, tuṁ tō kēvō dēkhātō haśē
|