Hymn No. 3259 | Date: 28-Jun-1991
|
|
Text Size |
 |
 |
છું આજ ભી હું તો, હતો કાલ ભી હું તો માડી, છું હું તો સદાય તારો ને તારો
Chu Aaj Bhi Hu To, Hato Kaal Bhi Hu To Maadi, Chu Hu To Sadaay Taaro Ne Taaro
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
છું આજ ભી હું તો, હતો કાલ ભી હું તો માડી, છું હું તો સદાય તારો ને તારો આજ ભી કહું છું, કાલ ભી કહેતો હતો કે માડી, હવે મને તો તારો આજ ભી રહ્યો છું ડૂબ્યો, કાલ ભી હતો વિકારોમાં ડૂબ્યો, હવે બહાર મને તો કાઢો કાલ ભી હતો હું ડૂબ્યો, આજ ભી રહ્યો છું માયામાં ડૂબ્યો, હવે બહાર મને તો કાઢો હતો કાલ ભી પાપમાં ડૂબ્યો, આજ ભી છું ડૂબ્યો માડી, હવે મને તો સુધારો છું આજ ભી અવગુણોમાં ડૂબ્યો, હતો કાલ ભી એમાં ડૂબ્યો, હવે મને તો સુધારો છું આજ ભી શંકામાં પૂરો, હતો કાલ ભી પૂરો રે માડી, હવે મને એમાંથી ઉગારો છું આજ અહંમાં તો ડૂબ્યો, હતો કાલ ભી એમાં ડૂબ્યો રે માડી, હવે મને એમાંથી ઉગારો રહ્યો હતો રાહ જોઈ તારી, રહ્યો છું રાહ જોઈ તારી રે માડી, હવે તો આવો રહ્યો હતો દર્શન કાજે ઝંખતો, રહ્યો છું દર્શન તારા ઝંખતો માડી, હવે તો આવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|