અમારું નથી, અમારું નથી, જગમાં જીવન તો કાંઈ નથી અમારું
થાય છે ને કરો છો પ્રભુ, જગમાં તમે તો તમારું ને તમારું ધાર્યું
તમારામાં ને અમારામાં રહ્યાં છે ભેદો વધતા, એક ક્યાંથી એમાં થવાનું
પૂજન અંતે ભી રહ્યાં જુદા, છીએ અમે પૂજનારા, પડે છે તમારે પૂજાવું
ના સેવક અમે બની શક્યા, છૂટી ના માલિકી તમારી, એક ક્યાંથી એમાં થવાનું
વસવસો છે દિલમાં માલિક બનવાનો, એક બન્યા વિના નથી એ થવાનું
જનમોજનમથી રહી છે પડતી મુદતો, જાણીએ ના, ક્યાં સુધી એ ચાલવાનું
હરેક શ્વાસના તેજમાં, તેજ જ્યાં તારું મળ્યું, તેજ તો એ અનોખું બનવાનું
સમજીએ ના સમજીએ અમે જીવનને જ્યાં, જીવન પૂરું ત્યાં થઈ જવાનું
મળ્યું જીવન જ્યાં નવું, નવાને નવા એકડા, પડશે તો એમાં ઘૂંટવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)