રહેજે તું તૈયાર, બોલાવે પ્રભુ જ્યારે તને એની પાસ, રહેજે તું તૈયાર
બનજે ના તું ઉદાસ, પડે છોડવું જગ ત્યારે, બનજે ના તું ઉદાસ
બન ના તું માયાનો દાસ, નથી જગ કાયમનો વાસ, બન ના તું માયાનો દાસ
રાખ તું એનામાં વિશ્વાસ, છે પ્રભુ વિશ્વના નાથ, રાખ તું એનામાં વિશ્વાસ
છે પ્રભુ જગનો આધાર, નથી તું નિરાધાર, છે પ્રભુ તો જગનો આધાર
છે એ સાચા સાથીદાર, નથી કાંઈ તું લાચાર, છે એ તો સાચા સાથીદાર
છે એ તો ગુણોના ભંડાર, છે એ તો ઉદાર, છે એ તો ગુણોના ભંડાર
નથી કાંઈ એ અજાણી વાટ, આવ્યો જ્યાં એમાંથી આજ, નથી કોઈ એ અજાણી વાટ
જગ નથી કાયમનો વાસ, પડશે છોડવું જાણ, જગ નથી કાંઈ કાયમનો વાસ
બનજે ના તું ઉદાસ, પ્રભુને તારા ને તારા તું જાણ, બનજે ના તું ઉદાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)