કંઈક કહી દઉં, કંઈક કહી દઉં, તને રે પ્રભુ એમ તો થાય છે
કહેવા બેસું જ્યાં તને, બધું ત્યાં તો વિસરાઈ જાય છે
દે છે મોકા તો મુજને ઘણા, હાથમાંથી તો એ નીકળી જાય છે
કરવા બેસું દર્શન જ્યાં મૂર્તિનાં તારા, જીભ ત્યાં તો સિવાઈ જાય છે
જીભ ભલે સિવાઈ જાય, ઊછળતા ભાવો, તને તો પહોંચી જાય છે
જીવન તો છે કહાનીથી ભરપૂર, કહેશે કંઈ ત્યાં એ ભૂલી જવાય છે
મારા જીવનની કહાની પ્રભુ, તારી પાસે તો એ ખુલ્લી કિતાબ છે
જીવ્યો જીવન સાચું કે ખોટું રે પ્રભુ, ના એ તો સમજાય છે
કહેવું છે તને, લેજે શરણે તો મને, બધી વાતનો આ સાર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)