રમ ના તું તારી વૃત્તિથી, એક દિન તને એ તો રમાડી જવાની
રમ્યા જે એમાં, રહ્યા છે રમતા એમાં, ના રમત એ તો પૂરી થવાની - રમ...
છે સાથમાં તો ઘણા રે એના, રમત એની નથી તો સમજાવાની - રમ...
ખેંચી જાશે ક્યારે ક્યાં ને ક્યારે રે ક્યાં, સદા એ તો તને ખેંચવાની - રમ...
ખેંચાતો ને ખેંચાતો રહેશે જ્યાં એમાં, સ્વત્વની તાકાત, તારી તો તૂટવાની - રમ...
રાખ અને કર કોશિશો જીવનમાં, કાબૂમાં એને તો લેવાની - રમ...
સમજ ના એને સીધી-સાદી, માંડ ના ખોટો આંક એની તો તાકાતની - રમ...
લઈ જઈ શકશે એ તો સાચી રાહે, ભૂલજે ના આદત એની ભરમાવવાની - રમ...
દઈ સાથ એ તો છટકી જશે, પડશે જરૂર તારે એને તો પકડી રાખવાની - રમ...
રાખજે એને તો સાથે ને સાથે, છે જાણીતી આદત એની તો છટકવાની - રમ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)