હું તો ત્યાંને ત્યાં હતો, હું તો ત્યાંને ત્યાં રહી ગયો
જોઉં છું જાગીને જ્યાં, કરી આસપાસ નજર જ્યાં, જોઉં છું હું તો ત્યાંને ત્યાં હતા
સ્વીકારી ના શક્યો જીવનમાં ભૂમિકા મારી, કરાવી ગઈ પરિસ્થિતિ મને મારી
કરી આંખ બંધ એમાં જ્યાં હું તો બેઠો, ખોલી આંખ જોઉં છું
હતા વાદળો ઘેરાયા ઘણા, દેખાયું ના તેજકિરણ ક્યાં એમાંથી
ડરી ને આંખ બંધ કરીને એમાં હું બેઠો, ખોલી આંખ જોઉં છું જ્યાં
સમય ગયો વીતતો ને વીતતો જ્યાં, રહ્યાં વાદળો વિખરાતાને વિખરાતા
મળ્યા કિરણો જ્યાં એમાથી, જોયું મેં તો ત્યાં
નિર્ણયો વિનાનો રહ્યો ફરતો જીવનમાં, થાકીને જ્યાં એમાં બેસી ગયો
કરી આંખ બંધ એમાં તો મેં, જોયું આંખ ખોલી મેં તો જ્યાં
એળે ગઈ ઉમ્મીદો આગળ વધવાની જીવનમાં જ્યાં,
નિરાશામાં માથું પકડી બેઠો, બેસી એમાં હું તો ગયો, ખોલી આંખ જોયું મેં તો જ્યાં
કર્યું મેં તો જીવનમાં ઘણું ઘણું, દીધી ના દિશા એને મેં તો જ્યાં
ફરીને આસપાસ મેં તો જોયું, જોયું મેં તો ત્યાં
મનથી ને કલ્પનાઓથી, રહ્યો હું ઊડતોને ઊડતો, થાક્યો એમાં જ્યાં
થાક્યો જ્યાં ઊડી ઊડીને એમાં, જોયું મેં તો ત્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)