જોઈ મમતા તો જગની રે, ગંધ સ્વાર્થની એમાં તો આવી
રહી વરસાવતી મમતા તું તારી રે માડી, મમતા તારી તોય ના સમજાણી
રાહ જોઈ રહી ઊભી તું તો માડી, કદી ના અમારાથી તું તો કંટાળી
રહ્યા રચ્યાપચ્યા અમે માયામાં તો, જગની મમતા તારી તો ના સમજાણી
મૂંઝાયા જ્યારે-જ્યારે અમે રે માડી, દીધો માર્ગ એમાંથી તેં તો કાઢી
પડતાં પગલાંને લીધાં તેં સંભાળી, મમતા તારી તોય ના સમજાણી
રહીએ રટતા કે જઈએ માયામાં ડૂબી, મમતામાં રાખી ના તેં ખામી
રહી હાજરાહજૂર તું તો માડી, મમતા તારી તોય ના સમજાણી
માગ્યાં ના તેં જર કે જમીન માડી, ભાષા ભાવનાની સદા તેં તો જાણી
છે ને રાખી પ્રીત તેં તો પુરાણી, મમતા તારી તોય ના સમજાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)