થાતું રહ્યું છે, એ તો થાતું રહ્યું છે, એ તો એમ થાતું રહેશે
શું થાશે, શું થાશે, વિચાર તારા આવા, ચિંતા ઊભી એ તો કરશે
છોડીશ ના જો તું ચિંતા તારી, ચિંતા ને ચિંતા તને તો ઘેરતી રહેશે
મૂંઝવણ ચિંતાની તો તારી, રસ્તો તને તો નવ સૂઝવા દેશે
નથી હાથમાં જે કાંઈ તો તારા, કરી ચિંતા એની, છે શું તો ફાયદા
તારી ને તારી તો ચિંતા, તને જીવનમાં તો સદા મૂંઝવતી રહેશે
પાડી છે આદત તો જ્યાં તેં તો એની, આદત તારી તો મૂંઝવી દેશે
છોડીશ ના જ્યાં તું મનથી એને, મુક્ત એમાંથી ક્યાંથી તું થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)