દિન ઊગે ને દિન આથમે, કંઈક આવે ને કંઈક જગમાંથી જાય
આજ કરું, કાલ કરું, કરતા જે રહે, મનની મનમાં એની રહી જાય
ક્ષણ આવે ને ક્ષણ તો જાય, સમય એમ ને એમ વીતતો જાય
અમલ વિનાની ક્ષણ જે વીતી, વ્યર્થ ક્ષણ એ તો ગણાય
જળ તો રહે વહેતું, વહેતું ને વહેતું, એ તો વહેતું જાય
કરીએ ના ઉપયોગ સમયસર એનો, હાથમાંથી એ નીકળી જાય
વિચારો ને વિચારો મનમાં તો જાગે, જાગતા રહે એ તો સદાય
સમય પર અમલ ના થયો એનો, નિષ્ફળ એ તો રહી જાય
આવી જગમાં બંધાયા જ્યાં માયામાં, જીવન એમ ને એમ વીતી જાય
પ્રભુદર્શન વિનાના જનમમાં, ઉમેરો એ તો કરતું જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)