છે અસ્તિત્વ તો દુઃખનું તો અભાવથી, દિલથી એને હટાવ
અસંતોષથી તો સદા, તારા મનને તો જગમાં તું બચાવ
છે પૂર્ણનો અંશ તો તું, પૂર્ણતામાં રહેજે જગમાં તો સદાય
આવવા ના દે હૈયે ઊણપ કદી, છે સાચો એનો એ તો ઉપાય
જાગી જ્યાં દ્વિધા કોઈ વાતની જ્યાં હૈયે, જાતો ના એમાં તણાઈ
હટાવજે હૈયેથી તો તારા રે એને, કરી કોટિ એના તો ઉપાય
મળે ના મળે જીવનમાં તને, છે એ તો તારા ભાગ્યને હાથ
મળ્યું ના મળ્યું જગમાં તને, ના જોડતો દુઃખને એમાં તો સાથ
સહી ના શક્યો જ્યાં અપમાન તું, કરતો ના તું અન્યનું અપમાન
જોડતો ના માન-અપમાનને હર કાર્યમાં, છે એ તો સરળ ઉપાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)