Hymn No. 3309 | Date: 30-Jul-1991
|
|
Text Size |
 |
 |
1991-07-30
1991-07-30
1991-07-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14298
જાણે સહુ તો જગમાં કાલ તો ઊગવાની છે, જાણે ના કોઈ જગમાં, કેવી જવાની છે
જાણે સહુ તો જગમાં કાલ તો ઊગવાની છે, જાણે ના કોઈ જગમાં, કેવી જવાની છે રહે સહુ તણાતા ને તણાતા વિચારોમાં, જાણે ના કોઈ, ક્યાં અટકવાના છે લેતા રહ્યા શ્વાસ સહુ તો જગમાં, જાણે ના કોઈ, પૂરા ક્યારે એ થવાના છે મન વિનાનો માનવી નથી તો જગમાં, જાણે ના કોઈ, ઊંડાણ એનાં કેટલાં છે મળતાં રહે તો સહુ જગમાં જાણે ના, કોઈ કાલે કેટલાને મળવાના છે રહે જનમતા તો સંતાનો તો જગમાં, જાણે ના માબાપ એ કેવા થવાના છે ઊઠે સહુ જગમાં, લઈ કંઈક મનમાં મનસૂબા, જાણે ના પૂરા કેટલાં તો થવાના છે કરતા રહ્યા સહુ કરતા કર્મો તો જગમાં, જાણે ના કોઈ, ક્યાં એ લઈ જવાના છે જાણે સહુ આવ્યા ને જવાના છે, જાણે ના ખુદ જગમાં તો કેટલું રહેવાના છે ભાગ્યની સામે છે લડત તો સહુની, ના જાણે જીત એમાં કોની થવાની છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jaane sahu to jag maa kaal to ugavani Chhe, jaane na koi jagamam, kevi Javani Chhe
rahe sahu Tanata ne Tanata vicharomam, jaane na koi, Kyam atakavana Chhe
leta rahya shvas sahu to jagamam, jaane na koi, pura kyare e thavana Chhe
mann Vinano Manavi nathi to jagamam, jaane na koi, undana enam ketalam che
malta rahe to sahu jag maa jaane na, koi kale ketalane malvana che
rahe janamata to santano to jagamam, jaane na mabapa e keva thavana che
uthe sahu jag maa jane, lai kaik man pura ketalam to thavana che
karta rahya sahu karta karmo to jagamam, jaane na koi, kya e lai javana che
jaane sahu aavya ne javana chhe, jaane na khuda jag maa to ketalum rahevana che
bhagyani same che ladata to sahuni, na jaane jita ema koni thavani che
|