ચૂક્યા પગથિયાં જીવનમાં જ્યાં, એ તો સરક્યાં, એ ગયાં, એ ગયાં, એ ગયાં
ધીરે ધીરે સમજી ભર્યાં ડગલા જીવનમાં, એ ટકી ગયાં, એ તો ટકી ગયાં
છે ઉત્પાતની સીડી તો સરકણી, જીવનમાં જે સરક્યા, એ તો ગયાં, એ ગયાં
ટક્યા જે લોભ, લાલચ ને મોહના તોફાનમાં, એ તો રહી ગયાં, એ તો રહી ગયાં
કામ ક્રોધના કાદવમાં જીવનમાં તો કંઈક પડી ગયાં, એ તો ગયાં, એ તો ગયાં
સદ્કાર્યોના અવસરમાં જીવનમાં જે ચૂકી ગયાં, એ તો રહી ગયાં, એ તો રહી ગયાં
પ્રેમના ને ભાવના પૂરમાં જે તણાઈ ગયાં, એ તો તણાઈ ગયાં, એ તણાઈ ગયાં
શંકાના પૂરમાં જીવનમાં જે ડૂબી ગયાં, એ તો ગયાં, જીવનમાં એ ડૂબી ગયાં
ઇચ્છાઓના પૂરમાં તણાયા જ્યાં જીવનમાં, એ તો તણાતા ગયાં, તણાતા ગયાં
ભક્તિમાં ડૂબ્યાં જીવનમાં જ્યાં એકવાર, એ તો એમાં ડૂબતા ગયાં, ડૂબતા ગયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)