નાચી-નાચી વૃત્તિઓના હાથમાં, તને તો શું મળ્યું (2)
હતું અને મળત તને તો જે હાથમાં, દોડી પાછળ, ગુમાવવું પડ્યું
જોઈતી હતી મનની તો સ્થિરતા, અસ્થિર તારે બનવું પડ્યું
ચાહના હતી શાંતિની તો હૈયે, અશાંત એમાં તો રહેવું પડ્યું
પહોંચવું હતું તો જ્યાં, ના પહોંચાયું, ત્યાં, અધવચ્ચે અટકી જવું પડ્યું
વધી-વધી જીવનમાં તો આગળ, પાછા એમાં તો પડવું પડ્યું
નિર્ણયો રહ્યા તારા તો બદલાતા, ખાલી હાથ તો રહેવું પડ્યું
કરી પોતાનાને તો પારકા, જીવનમાં ઘણું બધું તો ખોવું પડ્યું
વૃત્તિઓના નાચમાં નાચી સદા, જીવનમાં તને તો શું મળ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)