છે મનડું તારું તો જ્યાં મેલું ને મેલું, દેખાશે જગ તને ત્યાં તો મેલું
રહ્યું છે જ્યાં સહુમાં કંઈક તો સારું, કેમ તને ના એ તો દેખાણું
જોયું સહુમાં કંઈક તો સારું, શાને સહુમાં ખોટું ને ખોટું ગોત્યું
રાત-દિન રહીશ ખોટું ને ખોટું ગોતતું, રહીશ એમાં ને એમાં તો ગૂંથાતું
પડશે જ્યાં આદત તો ઊલટી, બનશે મુશ્કેલ ગોતવું તો સાચું
ખોટાને કરી કોશિશ ઠસાવીશ સાચું, બની ના જાશે એ તો સાચું
ઘૂસ્યું મનમાં તો જ્યાં ખોટું, એ તને અન્યમાં તો દેખાણું
છૂટ્યું ના મનમાંથી તો જ્યાં ખોટું, થવા ના દેશે દર્શન તને એ સાચું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)