તારા વિશાળ હૈયામાં રે માડી, તું તો મને સમાવે
મારા નાનકડા હૈયામાં રે માડી, તું તો સમાઈ જાજે
તારી વિશાળ બુદ્ધિ રે માડી, જગના મારગ તો કાઢે
મારી નાનકડી બુદ્ધિમાં રે માડી, મારી મૂંઝવણનો મારગ આપજે
તારી સમર્થ શક્તિની રે માડી, બરાબરી તો ના થઈ શકે
મારા નાનકડા આ જીવનમાં રે માડી, તારી થોડી શક્તિ આપજે
તારાં ચરણ તો માડી, જગના ખૂણે-ખૂણે તો પહોંચે
મારાં નાનકડાં ચરણને રે માડી, તારાં ચરણમાં પહોંચવા દેજે
તારી વિશાળ નજર રે માડી, જગમાં સહુને તો નીરખી શકે
મારી નાનકડી નજરને રે માડી, સદા તને તો નીરખવા દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)