ના દઈ શક્યા, ના લઈ શક્યા, ના એના વિના તો રહી શક્યા
ફરિયાદ વિના, બીજું જીવનમાં ના કાંઈ કરી શક્યા
હતું જ્યાં હાથમાં, ના જાળવી શક્યા, ના કિંમત એની કરી શક્યા - ફરિયાદ...
જાવું છે ક્યાં, નક્કી ના એ કરી શક્યા, ના આગળ ત્યાં તો વધી શક્યા - ફરિયાદ...
સમય જીવનમાં તો ના કાઢી શક્યા, જીવનમાં ત્યાં ના કાંઈ પામી શક્યા - ફરિયાદ...
ના સાચું જીવનમાં તો અપનાવી શક્યા, ના ખોટું જીવનમાં છોડી શક્યા - ફરિયાદ...
ના સાચું જીવનમાં તો જોઈ શક્યા, ના સાચું જીવનમાં સમજી શક્યા - ફરિયાદ...
ના મનથી સ્થિર તો રહી શક્યા, ના ગુમાવવું જીવનમાં અટકાવી શક્યા - ફરિયાદ...
ના દુઃખ જીવનમાં તો સહી શક્યા, ના જીવનમાં કોઈને એ તો કહી શક્યા - ફરિયાદ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)