રહ્યો છે મળતો હર વખત સમય, સહુને તો, નવો, નવો ને નવો
રહીશ ક્યાં સુધી જીવનમાં તો સદા તું, નવો, નવો ને નવો
રહ્યા છે મળતા જીવનમાં હરપળ શ્વાસો સદા, નવા, નવા ને નવા
મળતા રહ્યા છે અનુભવો જીવનમાં તો તને, નવા, નવા ને નવા
પળે-પળે રહ્યાં છે બદલાતાં દૃશ્યો નજર સામે, નવાં, નવાં ને નવાં
થાતી રહી મુલાકાતો તો જીવનમાં અન્યની, નવી, નવી ને નવી
ઊઘડતી રહી છે ક્ષિતિજો તો જીવનમાં સદા, નવી, નવી ને નવી
રહ્યા છે આવતા ને આવતા વિચારો તો જીવનમાં, નવા, નવા ને નવા
જોતો રહ્યો છે માનવ, જીવનમાં તો સપનાં, નવાં નવાં ને નવાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)