માડી તને તો ક્યાં-ક્યાં પૂજું, જ્યાં વ્યાપી છે બધે રે તું
હૈયેથી જોજે, તને કદી ના હું ભૂલું
રહ્યું મનડું તો મારું રે ફરતું, કરવા સ્થિર એને તો મથું - હૈયેથી...
ગુમાવું જગમાં ભલે બીજું બધું, ગુમાવું ના તને, છે મૂડી મારી તો તું - હૈયેથી...
છે વિચારોમાં ભી તો તું, છે હૈયામાં ભી તું, તારું પૂજન જોજે ના ચૂકું - હૈયેથી...
સર્વ દિશામાં તો છે પૂજન મારું, સર્વ દિશામાં ફેલાઈ છે જ્યાં તું - હૈયેથી...
છે અગ્નિ, જળ, તેજ મારે પૂજનીય, રહેલી છે એમાં સદા તો તું - હૈયેથી...
છે જગમાં તો મારે, સર્વ કાંઈ પૂજનીય, કહી ના શકું, ક્યાં નથી રે તું - હૈયેથી...
સમજી શકું તારું પૂજન, કરી શકું તારું પૂજન, શક્તિ દેનારી તો છે તું - હૈયેથી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)