હિંમતમાં ગયો જ્યાં તૂટી, વિશ્વાસે ગયો જ્યાં હટી
દિશાઓ તો બની ગઈ, ત્યાં તો સૂની રે સૂની
ધીરજ તો ગઈ જ્યાં ખૂટી, શંકાની કૂંપળો ગઈ જ્યાં ફૂટી - દિશાઓ...
ચિંતાઓ તો જ્યાં ઘેરી વળી, શક્તિ તો ત્યાં ગઈ ખૂટતી - દિશાઓ...
નિયમિતતા શ્વાસોની ગઈ તૂટી, હૈયું રહ્યું ભાર એનું ગ્રહી - દિશાઓ...
ગઈ નિંદા તો જ્યાં ભાગી, ગઈ સાહસને એ તો ભુલાવી - દિશાઓ...
ગઈ મતિ જ્યાં મૂંઝાઈ, નિર્ણયની ઘડી જ્યારે તો આવી - દિશાઓ...
નિરાશાઓ રહી રે મળતી, રહી આશાઓ તો જ્યાં તૂટતી - દિશાઓ...
રહ્યા સાથ તો જ્યાં છૂટતા, રહી એકલતા ઊભી થાતી - દિશાઓ...
માંદગીમાં તો જ્યાં ઘેરાયા, દવા એની હાથ ના આવી - દિશાઓ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)