Hymn No. 3357 | Date: 27-Aug-1991
|
|
Text Size |
 |
 |
હૈયાં રે હૈયાં, રે મારા વ્હાલા રે હૈયાં, થાજે ના દુઃખી રે તું
Haiya Re Haiya, Re Mara Vhala Re Haiya, Thaaje Na Dukhi Re Tu
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
હૈયાં રે હૈયાં, રે મારા વ્હાલા રે હૈયાં, થાજે ના દુઃખી રે તું ભર્યા ભર્યા છે ભાવ જ્યાં તુજમાં, ગોતી લેજે રે સુખ તો તું - થાજે... દેજે ના પ્હોંચવા નિરાશાને પાસે, રાખજે એને દૂર ને દૂર તું - થાજે... લોભ લાલચ તો કરશે રે હુમલા, રહેજે બચતો એનાથી રે તું - થાજે... કરશે છલ માયા તો ઘણી, આવી ના જાતો એમાં રે તું - થાજે... રહેશે લેવા-દેવા શું જગથી, જાશે જોડાઈ પ્રભુમાં જ્યાં તું - થાજે... દેતો ના આવવા વાસનાને પાસે, રૂંધાઈ જાશે એનાથી રે તું - થાજે... તણાતો ના તું ઇચ્છાઓના પૂરમાં, હાલી જઈશ એમાં રે તું - થાજે... ફરકવા ના દેતો વિકારોને પાસે, કરીશ હાલત કફોડી તારી રે તું - થાજે... ધિક્કાર, વેરઝેરને રાખજે તું દૂર, રહેજે બચતો એનાથી રે તું - થાજે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|