રહ્યો ચડાવતો ભાર તો હૈયા પર, હૈયું એમાં ભારે તો બની ગયું
ઉતાર્યો ભાર તો હૈયેથી જ્યાં, હૈયું હળવું ત્યાં તો બની ગયું
થાય જીવનમાં તો જેટલું, એટલું હૈયાએ તો સહન કર્યું
થયું ના સહન તો જ્યાં, નયનોએ વ્યક્ત એ તો કરી દીધું
રહ્યા ચડતા જુદા-જુદા ભાર, હૈયે બધું એકઠું તો કર્યું
રહ્યો ચડતો ભાર એમાં હૈયા પર, હૈયું એમાં ભારે તો બની ગયું
સીમા સહનશીલતાની ચડી કસોટી ઉપર, થાય એટલું હૈયે સહન કર્યું
રોક્યાં હતાં નયનોએ જે આંસુ, બહાર આજે એ તો પડી ગયું
ચડ્યા નશા કંઈકનાં હૈયે, નશામાં ને નશામાં એ પડી ગયું
ઊતર્યા જ્યાં નશા જીવનના, ખાલી ને ખાલી એ બની ગયું
હતું તો કોમળ હૈયું, સહન કરતા ને કરતા, કઠણ એ બની ગયું
રહ્યા ચડતા ભાર જીવનમાં હૈયા પર, હૈયું ભારે એમાં બની ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)