Hymn No. 3364 | Date: 30-Aug-1991
|
|
Text Size |
 |
 |
થાજે તું તૈયાર, કરજે તૈયારી, તું મળવા પ્રભુને પ્રભુ કાંઈ રસ્તામાં રેઢા પડયા નથી, પ્રભુ કાંઈ રસ્તામાં રેઢા પડયા નથી મળશે તને ક્યારે ને ક્યાં, નથી નિયમ એનાં તો જ્યાં મળ્યા છે એ કંઈકને, કરી જીવનમાં તૈયારી એણે તો જ્યાં - પ્રભુ... રાત દિન મહેનત કરવી પડશે, કરવા તૈયારી તો જ્યાં - પ્રભુ... બનાવ સંબંધ ગાઢ એવા, સંભવ ના જાગે તૂટવાનો જ્યાં - પ્રભુ... તું શું છે, કોણ છે, જાણે છે બધું એ તો જ્યાં - પ્રભુ... કરશે વાતો તારી સાથે, ના લેવાદેવા એમાં બીજાને જ્યાં - પ્રભુ... સંભાળે અનેકને, સંભાળશે તને, મૂક્યો વિશ્વાસ એનામાં જ્યાં - પ્રભુ... રોક્યાં ના કોઈને, રોક ના કોઈને, મળવા સાચા તૈયાર થયા રે જ્યાં - પ્રભુ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|