Hymn No. 3368 | Date: 02-Sep-1991
|
|
Text Size |
 |
 |
1991-09-02
1991-09-02
1991-09-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14357
સમજાશે ના જો શિક્ષા, પ્રભુ તો તારી, જગ તો જાણશે, એ તો ક્યારે
સમજાશે ના જો શિક્ષા, પ્રભુ તો તારી, જગ તો જાણશે, એ તો ક્યારે રહેશે કરતા ને કરતા તો ગુનાઓ, રાખશે ફિકર એની તો શાને રહી ભાગ્ય પર બધું છોડી, હાથ દેશે હેઠા મૂકી, કરશે કર્મો સાચાં એ તો ક્યારે રહેશે મળતી શિક્ષા સાચને નજર સામે, રહેશે આચરણ તો સાચું રે શાને નાખીશ બાધા હરદમ ભક્તિમાં તું જો પ્રભુ, ભક્તિ કરશે જગ તો શાને દયા કરનાર જગમાં પસ્તાશે રે પ્રભુ, દયા જગમાં કોઈ કરશે શાને ધર્મના નામે જો જગમાં ધતિંગ ચાલશે, રહેશે ધર્મમાં તો શ્રદ્ધા શાને કરવા જતાં મદદ, હાથ જો દાઝશે રે પ્રભુ, મદદ જગમાં કોઈ કરશે શાને જૂઠું બોલી મળતા રહે ફાયદા જો જગમાં રે પ્રભુ, બોલશે સાચું કોઈ તો શાને હિંસામાં રહેશે મળતું જો સુખ રે પ્રભુ, અહિંસા જગમાં કોઈ આચરશે શાને
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samajashe na jo shiksha, prabhu to tari, jaag to janashe, e to kyare
raheshe karta ne karta to gunao, rakhashe phikar eni to shaane
rahi bhagya paar badhu chhodi, haath deshe hetha muki, karshe karmo sacham e to kyare
n rajarahe sachamshes to kyare same, raheshe aacharan to saachu re shaane
nakhisha badha hardam bhakti maa tu jo prabhu, bhakti karshe jaag to shaane
daya karanara jag maa pastashe re prabhu, daya jag maa koi karshe shaane
dharmana naame jo jagaddamam dhatinga hatchamane to
madada jaag shram, raheshe dh jo dajashe re prabhu, madada jag maa koi karshe shaane
juthum boli malata rahe phayada jo jag maa re prabhu, bolashe saachu koi to shaane
hinsamam raheshe malatum jo sukh re prabhu, ahinsa jag maa koi acharashe shaane
|