કર્યા નામ-જપ તારાં ઘણાં રે પ્રભુ, તારાં દર્શનનો તો અભિલાષી છું
દેવાં હોય ત્યારે દેજે દર્શન તારા રે પ્રભુ, કલ્પના તારી તો કરી શકું છું
રહું છું રાતદિન સ્મરણમાં તો તારા પ્રભુ, તારી યાદમાં તો ડૂબી શકું છું
આવવું હોય ત્યારે આવજે રે પ્રભુ, રાતદિન વિરહમાં તો વિતાવી શકું છું
લાયક તારો બનું ના બનું રે પ્રભુ, કોશિશ એની તો કરી શકું છું
તું નજરે આવે જ્યારે રે પ્રભુ, સ્વપ્ન સોનેરી તારાં તો રચી શકું છું
તારા દર્શનનું અમૃત મળે જ્યારે રે પ્રભુ, તારા નામનું અમૃત પી શકું છું
ધીરજની મૂડી દીધી છે તેં ઘણી રે પ્રભુ, રાહ તારી જીવનમાં જોઈ શકું છું
અશાંત આ જીવનમાં રે પ્રભુ, તારા નામમાં શાંતિ તો પામી શકું છું
દેવા હોય ત્યારે દર્શન દેજે રે પ્રભુ, કલ્પના તારી તો હું કરી શકું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)