જોઈએ ત્યારે જોડી દીધું, જોઈએ ત્યારે તો તોડી દીધું
પ્રભુ મનનાં બંધન, એવાં શું કાચાં છે, એવાં શું કાચાં છે
જોડી જ્યાં પ્રીત મેં તારી સાથે, સંજોગો જો અકળાવી શકે એને
રે પ્રભુ, શું પ્રીતના તાંતણા, મારા એવા શું કાચા છે, એવા શું કાચા છે
રાહ જોઈ રહ્યો છું જીવનભર તો તારી, રહીશ જોઈ જીવનભર તારી
રે પ્રભુ, મનડાં મારા, રાહ જોતાં તો તારી, શું થાક્યાં છે
દુઃખ તો ઝીલતાં-ઝીલતાં જીવનમાં, હૈયાં તો શું રડી પડ્યાં
રે પ્રભુ, હૈયાં મારાં, એવાં હજી તો શું કાચાં છે
રહ્યા ઘૂંટતા-ઘૂંટતા, ઇચ્છાના તાંતણા, હજી ના એ તૂટ્યા છે
રે પ્રભુ, મારી ઇચ્છાઓના તાંતણા, હજી શું કાચા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)