જીવનમાં તો એ રહી ગયો, રહી ગયો જીવનમાં તો એ બની ગયો
ઉકેલ્યા કંઈક ઉકેલો તો જીવનમાં, પ્રભુ તું તો અણઉકેલ્યો કોયડો રહી ગયો
કરી કોશિશો જાણવા મેં તો જીવનમાં તને, જીવનમાં તને જાણી ના શક્યો
કરી કોશિશો જાણવા મનને મેં તો જીવનમાં, જીવનમાં ના એને હું જાણી શક્યો
ભાવોને સમજવા કરી કોશિશો મેં જીવનમાં, જીવનમાં ના તોયે એને સમજી શક્યો
વૃત્તિઓને કરી કોશિશો સમજવા મેં જીવનમાં, જીવનમાં ના એને હું સમજી શક્યો
કર્મો જીવનમાં રહ્યાં થયાં ને થાતા, જીવનમાં કડી એની ના હું ઉકેલી શક્યો
કર્મોએ ઘડયું ભાગ્ય, કે ભાગ્ય મુજબ થયા કર્મો, નિર્ણય ના હું લઈ શક્યો
પ્રેમને કરી કોશિશો ઘણી જાણવા મેં, જાણવા તોયે, સાચા પ્રેમને ના જાણી શક્યો
જગમાં જીવનને જાણવા કરી કોશિશો ઘણી, જીવનને સાચી રીતે ના જાણી શક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)