એક ફુરસદની વેળાએ કરવું શું, ખ્યાલ એનો તો ત્યાં ના હતો
સાર્થકતા મુક્તિની ત્યાં મળી, વિચાર એનો તો ત્યાં ના હતો
પળ એ સહજમાં પ્રાપ્ત થઈ, અનુભવનારનો તો ત્યાં અભાવ હતો
શું થયું ને શું બન્યું, ત્યાં સમજનારની સમજણની બહાર હતું
મનની નિષ્ક્રિયતાની ત્યાં હાજરી હતી, સહજ સમાધિની શાંતિ હતી
આનંદ કમળની ત્યાં બહાર હતી, યત્નો વિનાની તો એ લહાણી હતી
સુખદુઃખની ત્યાં ના લહરી હતી, સ્થિર પળની તો ત્યાં દેન હતી
ના અસંતોષની કોઈ આગ હતી, સાર્થકતાની તો ત્યાં બહાર હતી
સહજ સ્વરૂપની ત્યાં અનુભૂતિ હતી, કોઈ વાતની તો ત્યાં કમી ના હતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)