રહીને રાચી, માયામાં તો ખોટા, હાલ જીવનમાં તો તેં કેવા કર્યા છે
રાખી આશા માયામાં, બની રાંક એમાં, જીવનમાં હાલ તારા બેહાલ થયા છે - હાલ...
જાણીને પકડી ના શક્યો રાહ તો સાચી, સ્વીકાર મજબૂરીના તો થયા છે - હાલ...
ભરી-ભરી છે શક્તિ તો તુજમાં, અશક્ત આજ તોય તું રહ્યો છે - હાલ...
કરી-કરી નિર્ણયો જીવનમાં, સદા નિર્ણયો તો તૂટતા રહ્યા છે - હાલ...
ભાવ મુક્તિના તો રાખી હૈયે, જીવનમાં તો બંધનોને બંધાતો રહ્યો છે - હાલ...
ખોટા ભાવો પાછળ દોડી જીવનમાં, લાભ જીવનના તો સાચા ખોયા છે - હાલ ...
ખોટા ખયાલો ને વિચારોમાં રાચી, વાસ્તવિકતા ભૂલતો રહ્યો છે - હાલ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)