રહ્યા છીએ નાખતા ને નાખતા, જીવનમાં તો પાસા
પડ્યા કંઈક તો સાચા, ને કંઈક તો ઊલટા
જીવનમાં, દુઃખ એનું તને શાને લાગી ગયું (2)
પડ્યા નથી પાસા કંઈકના બધા તો સીધા
પડ્યા નથી પાસા જીવનમાં બધા તારા ભી સીધા - જીવનમાં...
પડ્યા છે જીવનમાં કંઈક પાસા તારા તો સીધા
શા કારણે જીવનમાં, આ તો વીસરી જવાયું - જીવનમાં...
લગાડી દુઃખ, પડશે શું જીવનમાં પાસા તારા તો સીધા
યત્નો તણા ફેંક્યા મેં પાસા, પડશે કંઈક તો એમાં સીધા - જીવનમાં...
છે કામ તો તારું, ધરી ધીરજ રાખી શ્રદ્ધા, રહેવું પાસા ફેંકતા
છે હાથમાં તો પ્રભુના, કરવા એ અવળા પાસાને ભી સીધા - જીવનમાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)