દેખાય છે જીવનમાં જે, છે એ સાચું, કે સમજાયું નથી એમાં જે, છે એ સાચું
અપરાધીઓ તો જાય છે છૂટી, અપરાધ વિનાનો તો દંડાઈ જાય છે
કરી પાપ, રાખી માથું ઊચું ફરે, નિષ્પાપીઓની ગરદન તો ઝૂકતી જાય છે
લાયકાત વિનાની વાહ-વાહ બોલાય, લાયકાતવાળાની ઠેકડી તો ઉડાડાય છે
અજ્ઞાનીઓ રહે જીવનમાં આગળ વધતા, જ્ઞાનીઓ તો ગોથાં ખાય છે
દેખાય મુખ પર તો શાંતિ, આગ હૈયામાં તો સળગતી જાય છે
મીઠા-મીઠા આવકાર તો દે, મીઠી છૂરી તોય ફરતી જાય છે
નમી-નમી ખૂબ નમતા જાય છે, વેળા આવ્યે, ધક્કો દેતા જાય છે
વાણીથી તો બહુ રીઝવી દે, વર્તનમાં તો કંઈક જુદું દેખાય છે
ધાર્મિકતાનો તો સ્વાંગ રચી ઘણા, ગળું કાપતા જીવનમાં ના અચકાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)