છે આકાશ ને ધરતી પાસે ને પાસે, સાથે ને સાથે, મેળાપ ના એનો થાય
છે ધરતી તો આકાશમાં, છે આકાશ ભી ધરતીમાં, ના મેળાપ એનો થાય
પ્રકટ્યા તો એકબીજા સાથે, ના તોય મેળાપ એનો થાય
રહ્યા આકાશમાં વ્યાપ્ત પ્રભુ, નથી ખાલી ધરતી એનાથી જરાય
ભરી છે વિવિધતા ધરતીમાં, ના આકાશ પાછળ એમાં રહી જાય
ધરતીનાં તત્ત્વોથી બન્યું શરીર, સાથ આકાશનો મળતો જાય
સંકળાયા છે એકબીજા તો એવા, દૂર ને દૂર ને પાસે ને પાસે દેખાય
ઘૂમે ધરતી એની ધૂનમાં, લઈ આકાશને સાથે ને સાથે સદાય
પડશે ના એ તો જુદા, રહેશે એક એ તો સાથે ને સાથે સદાય
છે રૂપ એ તો બંને પ્રભુનાં, છે એક તો સૂક્ષ્મ, બીજું સ્થૂળ તો દેખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)