ટક્યું છે રે પ્રભુ, હૈયું તો મારું, બસ એક જ તારી રે આશે
જોજે રે પ્રભુ, જીવનમાં, ઠેસ ના એને લાગી જાય
ધડકી રહ્યું છે હૈયું મારું રે પ્રભુ, બસ તારા એક જ તાલે
જોજે રે પ્રભુ, જીવનમાં, તાલ એનો તો ના બદલાય
રહી છે ફરતી નજર મારી રે પ્રભુ, જગમાં તો બધે
જોજે રે પ્રભુ, તારી ઝાંખી એને મળી જાય
આતુર છે કાન સાંભળવા મારા રે પ્રભુ, તારા રે શબ્દો
જોજે રે પ્રભુ, તારા શબ્દો કાનમાં પડી જાય
રોમેરોમમાં ઊઠી છે તડપન રે પ્રભુ, એવી રે
જોજે રે પ્રભુ, તારા નામથી એ તૃપ્ત બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)