1991-09-27
1991-09-27
1991-09-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14411
છે જગમાં તો જ્યાં, બધું હરિને હાથ, બધું હરિને હાથ
છે જગમાં તો જ્યાં, બધું હરિને હાથ, બધું હરિને હાથ
હરિને ભજ તું, હરિને ભજ તું, રહેશે હરિ તો તારી સાથ
નથી કોઈ નાથ જગમાં તો તારો, છે હરિ તો જગના નાથ
નથી જોઈ શક્યો તું એને, રહે છે તોયે સદા એ તારી સાથ
કરી જ્યાં ભૂલો, ખાધો માર જીવનમાં, છે અદૃશ્ય હરિના હાથ
ભજતા ભજતા હરિને જીવનમાં, બનજે તો તું તારો હાથ
માંગી માંગી મળશે જીવનમાં, ના માનવીનો તો પૂરો સાથ
છોડી બધું ભાગ્ય પર જીવનમાં, બેસતો ના રાખી માથે હાથ
રહી રહી બનીશ દાસ જો તું વૃત્તિનો, બનીશ ક્યાંથી એનો તું નાથ
કયા હાથે કરશે કાર્ય પ્રભુ તારું, છે માનવના હાથ તો એના હાથ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jagamāṁ tō jyāṁ, badhuṁ harinē hātha, badhuṁ harinē hātha
harinē bhaja tuṁ, harinē bhaja tuṁ, rahēśē hari tō tārī sātha
nathī kōī nātha jagamāṁ tō tārō, chē hari tō jaganā nātha
nathī jōī śakyō tuṁ ēnē, rahē chē tōyē sadā ē tārī sātha
karī jyāṁ bhūlō, khādhō māra jīvanamāṁ, chē adr̥śya harinā hātha
bhajatā bhajatā harinē jīvanamāṁ, banajē tō tuṁ tārō hātha
māṁgī māṁgī malaśē jīvanamāṁ, nā mānavīnō tō pūrō sātha
chōḍī badhuṁ bhāgya para jīvanamāṁ, bēsatō nā rākhī māthē hātha
rahī rahī banīśa dāsa jō tuṁ vr̥ttinō, banīśa kyāṁthī ēnō tuṁ nātha
kayā hāthē karaśē kārya prabhu tāruṁ, chē mānavanā hātha tō ēnā hātha
|