છે સૌથી તારી પાસે તો તું, મળ્યો નથી હજી કેમ, તને તો તું
શોધ્યું ઘણું જીવનમાં તો જગમાં, શોધી ના શક્યો કેમ, હજી તને તો તું
થયો પસાર લક્ષચોરાસી યોનિમાંથી, ધરી દેહ માનવનો, કયા દર્દે મુક્ત બની શકીશ તું
આવ્યો છે આજે માનવદેહમાં, માની રહ્યા છે શાને એને તો તું
રહ્યો છે છોડતો ને છોડતો, ને ધરતો ને ધરતો, અગણિત દેહ જગમાં તો તું
કયો દેહ છે સાચો તો તારો, હક્ક દાવે કહી શકીશ એને તો તું
જાગે છે અફસોસ એવો શું તારા હૈયે, કરે છે યાદ કદી એને તો તું
કહી ના શકીશ વીત્યો સમય કેટલો, થયો છે પસાર એમાંથી તો તું
રહ્યો છે ફરતો યોનિઓમાં, રહેવું છે હજી ફરવું, કરી લે વિચાર એનો તો તું
છોડ્યા ને છૂટ્યા જ્યાં દેહ, નથી છોડતો બંધન, બંધાયો છે જેનાથી તો તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)