1991-10-05
1991-10-05
1991-10-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14429
રાત ભી તો, કંઈ દઈ ગઈ, દિન ભી તો, કંઈ દઈ ગયો
રાત ભી તો, કંઈ દઈ ગઈ, દિન ભી તો, કંઈ દઈ ગયો
જીવનને જીવનમાં, જગત કાંઈને કાંઈ તો દેતું રહ્યું (2)
આવકાર્યું કંઈકને તો જીવનમાં, કંઈકને તો ના સ્વીકાર્યું - જીવનને...
રહ્યું જીવન જગતમાં જ્યાં સુધી, જગત કંઈને કંઈ દેતું રહ્યું - જીવનને...
ક્ષણે ક્ષણે, પળે પળે જીવનને, જગત શ્વાસને સમય દેતું રહ્યું - જીવનને...
અટકી ના આ ક્રિયા તો જગતમાં, જીવન ભલે જગતમાં અટકી ગયું - જીવનને...
નદી સરોવરે તો જળ દીધું, ઝાડપાને ફળ ફૂલને છાંયડો તો દીધું - જીવનને...
કરી ઉપભોગ તો જીવનમાં, માનવમન સંતુષ્ટ તોયે ના રહ્યું - જીવનને...
જીવન જીવ્યા, જીવન વીત્યું, જાણવું જગતમાં જીવનને અધૂરું રહ્યું - જીવનને...
રહ્યા ઘેરાતા સહુ સુખદુઃખમાં, જીવન એમ તો વીતતુ રહ્યું - જીવનને...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rāta bhī tō, kaṁī daī gaī, dina bhī tō, kaṁī daī gayō
jīvananē jīvanamāṁ, jagata kāṁīnē kāṁī tō dētuṁ rahyuṁ (2)
āvakāryuṁ kaṁīkanē tō jīvanamāṁ, kaṁīkanē tō nā svīkāryuṁ - jīvananē...
rahyuṁ jīvana jagatamāṁ jyāṁ sudhī, jagata kaṁīnē kaṁī dētuṁ rahyuṁ - jīvananē...
kṣaṇē kṣaṇē, palē palē jīvananē, jagata śvāsanē samaya dētuṁ rahyuṁ - jīvananē...
aṭakī nā ā kriyā tō jagatamāṁ, jīvana bhalē jagatamāṁ aṭakī gayuṁ - jīvananē...
nadī sarōvarē tō jala dīdhuṁ, jhāḍapānē phala phūlanē chāṁyaḍō tō dīdhuṁ - jīvananē...
karī upabhōga tō jīvanamāṁ, mānavamana saṁtuṣṭa tōyē nā rahyuṁ - jīvananē...
jīvana jīvyā, jīvana vītyuṁ, jāṇavuṁ jagatamāṁ jīvananē adhūruṁ rahyuṁ - jīvananē...
rahyā ghērātā sahu sukhaduḥkhamāṁ, jīvana ēma tō vītatu rahyuṁ - jīvananē...
|